Sad Gujarati Shayari Image
Shayari

Best Sad Shayari in Gujarati – Heart Touching, Broken Heart & Emotional Collection

દરેક વ્યક્તિના જીવનમાં એવી ક્ષણ આવે છે જ્યારે દિલ દર્દ થી ભરાઈ જાય છે અને લાગણીઓને શબ્દોમાં કહેવી મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં શાયરી આપણા મનની વાત સરળતાથી કહી શકે છે. અહીં અમે Best Sad Shayari in Gujarati નો સુંદર સંગ્રહ રજૂ કર્યો છે, જેમાં Heart Touching, Broken Heart, Love Pain, Friendship અને Emotional Shayari નો સમાવેશ થાય છે. આ શાયરીઓ તમારા દિલની લાગણીઓને શબ્દો આપશે અને તમને તમારી ભાવનાઓ વ્યક્ત કરવામાં મદદ કરશે.

Best Sad Shayari in Gujarati – Heart Touching Collection

Best Sad Shayari in Gujarati

• ક્યારેક હસતા ચહેરા પાછળ ઘણું દુઃખ છુપાયેલું હોય છે,
અને દુનિયા એને બસ સ્મિત સમજી લે છે.

• ક્યારેક નજીકના લોકો જ એટલા દૂર થઈ જાય છે,
કે યાદોમાં તો રહે છે પણ જીવનમાં નથી રહેતા.

• દુઃખ એ વાતનું નથી કે તું મારી સાથે નથી,
દુઃખ તો એ છે કે હવે તારા વગર જીવવું પડે છે.

• જે વ્યક્તિ માટે આખી દુનિયા સામે લડ્યા હતા,
એ જ વ્યક્તિ આજે મારા માટે અજાણી બની ગઈ.

• સમય બધું શીખવી દે છે,
બસ ક્યારેક હસતા હસતા રડવાનું પણ.

Broken Heart Shayari in Gujarati (Best Collection)

Broken Heart Shayari in Gujarati

• તૂટેલા દિલનો અવાજ કોઈ સાંભળતું નથી,
કારણ કે એ હંમેશા મૌનમાં જ રડે છે.

• પ્રેમમાં હારવાનો અફસોસ નથી,
અફસોસ તો વિશ્વાસ તૂટવાનો છે.

• યાદો એવી વસ્તુ છે,
જે છોડવા માંગીએ તો પણ છૂટતી નથી.

• આંખોમાં આંસુ છુપાવીને હસતા શીખી ગયા,
કારણ કે દુનિયાને દુઃખ કરતાં સ્મિત વધારે ગમે છે.

• કેટલાક સંબંધોનું અંત એવું હોય છે,
કે વાતો પૂરી થઈ જાય છે પણ લાગણીઓ નહીં.

વધુ શાયરી વાંચો : Happy Friendship day shayari 

Love & Pain Sad Shayari in Gujarati Collection

Love & Pain Sad Shayari in Gujarati Collection

• તારી ખુશી માટે તને છોડ્યો હતો,
પરંતુ મને ક્યાં ખબર હતી કે મારી ખુશી પણ તારી સાથે જતી રહેશે.

• જે સપના આપણે સાથે જોયા હતા,
આજે એ જ સપના આંખોને ભીની કરી ને જતા રહ્યા

• કોઈને ગુમાવવાનું દુઃખ એટલું નથી હોતું,
કે જેટલું તેને ભૂલવાનો પ્રયત્ન કરવાનું હોય છે.

• દિલ ના ટુકડા થાય ત્યારે અવાજ નથી થતો,
પણ તકલીફ આખી જિંદગી સંભળાય છે.

• કિસ્મત સામે આક્રોશ શું કરવો,
જેને દિલથી માંગ્યા હતા એ જ તકદીર માં નહોતા.

Two Line Sad Shayari in Gujarati – Heart Touching Quotes

Heart Touching Quotes in gujarati

• તારી યાદોનો ભાર આખી જીંદગી રહેશે
પણ હવે કોઈ સામે અફસોસ કરવાની હિંમત નહીં રહેશે.

• દિલ તૂટ્યું છે પણ મારો અવાજ નહીં,
અંદર જ બળુ છું અને બાર ક્યાંય આગ નહીં

• તું ખુશ રહેજે જ્યાં પણ જાય
મારી પ્રાર્થના એ જ છે કે તને મારી યાદ ક્યારેય દુઃખ ના આપે

• આંસુઓને છુપાવવાનું શીખી ગયો છું,
હસીને પણ બધાને હસાવતા શીખી ગયો.

• સમય બધું શીખવી દે છે,
પણ તને કેમ ભુલુ એ પ્રશ્ન હજુ પણ મુશ્કેલ લાગે છે.

More Gujarati Shayari : Attitude Shayari in Gujarati

Memories sad shayari in Gujarati

Memories sad shayari in Gujarati

• પ્રેમ તો રહ્યો,પણ તું નથી રહી,
શ્વાસ તો રહ્યો પણ જિંદગી નથી રહી.

• જે સપનાઓ તારા સાથે જોયા હતા,
એ જ સપના આજે ઊંઘ ઉડાડી દેઇ છે.

• તારી ગેરહાજરીનો અહેસાસ દરેક ક્ષણે થાય છે.
તું નથી છતાંય તું દરેક શ્વાસ માં વર્તાઈ છે.

• દિલની વાત દિલમાં જ રહી ગઈ,
ક્યારેય કશું કહી ના શક્યા ને જિંદગી અધૂરી રહી.

• તારી ખુશી માટે જ દૂર થયો છું,
હું મારી દુનિયા માં જ એકલો થઇ ગયો છુ.

Heart Touching Dosti Sad Shayari in Gujarati

Heart Touching Dosti Sad Shayari in Gujarati

• મિત્રતા તૂટે ત્યારે દિલને સૌથી વધારે દુઃખ થાય છે,
કેમ કે સાચા ની ખોટ હંમેશા વર્તાય છે.

• દોસ્તીનો અંત આવ્યો પણ યાદો આજે પણ જીવંત છે,
સંબંધ ભલે તૂટી ગયો પણ તારી યાદો હજુ પણ જીવંત છે.

• જે મિત્ર દરેક વાત જાણતો હતો આજે અજાણ્યો બની ગયો,
જેને દિલ ની દરેક વાત કરી આજે પરાયો બની ગયો.

• દોસ્તીનો સંબંધ ઉત્તમ હતો પણ સમય તેને લઈ ગયો,
જેને દિલ થી પોતાનો માન્યો એ જ દૂર થઇ ગયો.

• ક્યારેક મિત્રો પણ અજાણ્યા લોકો જેવા બની જાય છે,
યાદો તો રહી જય છે પણ સંબંધો ખોવાઈ જય છે.

Emotional friendship Sad Shayari in Gujarati

Emotional friendship Sad Shayari in Gujarati

• મિત્રની ગેરહાજરી જીવનને ખાલી બનાવી દે છે,
તેની યાદો જીવન ને ખામોશ બનાવી દે છે.

• દોસ્તી તૂટી ગઈ પણ એહસાસ હજુ બાકી છે,
દૂર થઇ ગયા હોવા છતાં હ્રદય માં તારી સ્થાન હજુ બાકી છે,

• જે મિત્ર હંમેશા સાથે હતો તે આજે માત્ર યાદોમાં છે,
સમય એવો આવ્યો હતો કે તે આજે માત્ર યાદોમાં છે.

• સાચી મિત્રતા ગુમાવવી સૌથી મોટું દુઃખ છે,
યાદો તો રહી જય છે પણ એની ખોટ હંમેશા વર્તાઈ છે.

Continue Reading : Motivational Quotes in Gujarati

Husband Sad Shayari in Gujarati

Husband Sad Shayari in Gujarati

• ક્યારેક લાગે છે કે તું મને ભૂલી ગયો હશે,
પણ હું આજે પણ દરેક પ્રાર્થનામાં તારી ખુશી જ માંગુ છું।

• તારી ખુશી માટે ઘણી વાર મારી લાગણીઓને છુપાવી દીધી,
પણ આ દિલનું દુઃખ આજે પણ શબ્દોમાં વ્યક્ત નથી થતું।

• રાતો તો હવે પણ એ જ છે, ચાંદ પણ એ જ છે,
બસ તારી સાથે વાત કરવાની આદત આજે પણ અધૂરી રહી ગઈ છે।

• તારી ગેરહાજરીનો અહેસાસ દરેક ક્ષણે થાય છે,
કારણ કે દિલે આજે પણ તને પોતાનો જ માન્યો છે।

• તું ખુશ હોય એ જ મારી સૌથી મોટી ખુશી છે,
ભલે મારી આંખોમાં આજે પણ તારી યાદોના આંસુ કેમ ન

Wife Sad Shayari in Gujarati

Wife Sad Shayari in Gujarati

• તારી સાથે વીતેલી પળો આજે પણ યાદ આવે છે,
પણ એ જ યાદો હવે હૃદય માં ખાલીપો છોડી જાય છે.

• ક્યારેક એવું લાગે છે કે બધું પહેલાની જેમ થઈ જાય,
પણ હકીકત સામે દિલની વ્યથા ઘણી વાર નિષ્ફળ થઈ જાય છે.

• તું મારી સાથે નથી, છતાં દરેક વાતમાં તારું જ સ્મરણ હોય છે,
આંખો ભલે હસ્તી હોઈ પણ દિલ ની હર એક ધડકન તને જ શોધતી હોઈ.

• તારી ખોટ કોઈને કહી શકાતી નથી,
કારણ કે કેટલાક દુઃખ શબ્દોથી નહીં, ફક્ત આંખોના આંસુઓથી સમજાય છે.

• દિવસભર હસતો રહું છું,
પણ રાત્રે તારી યાદો સાથે એકાંતમાં દિલ ફરી તને જ શોધવા લાગે છે

Girlfriend Sad Shayari in Gujarati

Girlfriend Sad Shayari in Gujarati

• તારી સાથે ની દરેક પળ સુંદર લાગતી હતી,
હવે તું નથી તો દરેક ખુશી પણ અધૂરી લાગે છે.

• તું મારી હતી એ લાગણી આજે પણ જીવંત છે,
પણ તું મારી પાસે નથી એ હકીકત દિલ તોડી જાય છે.

• તું દૂર થઈ ગઈ પણ તારો અહેસાસ હજી પણ છે,
મારા દરેક શ્વાસમાં આજે પણ તારો જ વસવાટ છે.

• હવે તો બસ એટલું જ સમજાયું છે,
કેટલાક લોકો દિલમાં રહી જાય છે, જીવનમાં નહીં.

• તારી યાદો આજે પણ મને રાતે જાગાડી દે છે,
અને તારો અભાવ મને રોજ તોડી જાય છે.

See All Shayari : Gujaratiwish

Boyfriend Sad Shayari in Gujarati

Boyfriend Sad Shayari in Gujarati

• તારી સાથે જીવેલા સપનાઓ આજે પણ દિલમાં હયાત છે,
પણ તું નથી એટલે એ સપનાઓ હવે અધૂરા લાગે છે.

• તું ગયો પછી સમજાયું કે,
કેટલાક લોકો માત્ર મળે છે, પણ ક્યારેય પોતાના નથી બનતા.

• તારી એક યાદ પણ મને તોડી નાખે છે,
અને હું હસવાનુ નાટક કરતી રહી જાઉં છું.

• તારી ખામોશી આજે પણ મારા દિલને સવાલ કરે છે,
પણ હવે એ સવાલો સાથે જીવવું મારી આદત બની ગઈ છે.

• ક્યારેક એવું લાગે છે કે તું પાછો આવી જશે,
પણ હકીકત મને રોજ ફરી એકવાર તોડી નાખે છે.

Sad Shayari માત્ર શબ્દો નથી, પરંતુ દિલની લાગણીઓનું પ્રતિબિંબ છે. આશા છે કે આ Best Sad Shayari in Gujarati Collection તમને પસંદ આવ્યો હશે અને તમારી લાગણીઓને વ્યક્ત કરવામાં મદદરૂપ બનશે. જો તમને આ શાયરીઓ ગમી હોય, તો તેને તમારા મિત્રો અને પ્રિયજનો સાથે શેર કરો અને તમારી મનપસંદ શાયરી અમને જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *