Happy Birthday wishes for Husband
Wishes

100+ Birthday Wishes for Husband in Gujarati

પતિનો જન્મદિવસ દરેક પત્ની માટે ખૂબ જ ખાસ દિવસ હોય છે અને જીવનની દરેક સફરમાં એક મજબૂત સાથી બનીને રહે છે. ખુશીની પળોમાં સાથે હસે છે તેથી તેમના જન્મદિવસે દિલથી આપેલી શુભેચ્છા તેમના દિવસને વધુ યાદગાર બનાવી શકે છે.

જો તમે તમારા પતિ માટે પ્રેમાળ, રોમેન્ટિક, ભાવુક, મજેદાર અથવા ટૂંકી જન્મદિવસની શુભેચ્છાઓ શોધી રહ્યા છો, તો અહીં તમને વિવિધ પ્રકારની ગુજરાતી શુભેચ્છાઓ મળશે.

Romantic Birthday Wishes for Husband

પતિ ના આ ખાસ દિવસે પ્રેમથી લખેલી રોમેન્ટિક wish તેમના જન્મદિવસને વધુ સુંદર અને ખાસ બનાવી શકે છે.

* મારા જીવનના સૌથી ખાસ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છાઓ. તમારો સાથ મારી સૌથી મોટી ખુશી છે.
* તમે મારા પતિ જ નહીં, મારા સૌથી સારા મિત્ર પણ છો. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
* તમારા પ્રેમે મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે. મારા પ્રિય પતિને જન્મદિવસની શુભેચ્છાઓ.
* તમે મારા જીવનમાં આવ્યા ત્યારથી દરેક પળ સુંદર બની ગય છે. જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
* તમારી સાથે જીવનની દરેક સફર સુંદર લાગે છે. મારા પ્રેમને જન્મદિવસની પ્રેમભરી શુભકામનાઓ.
* તમારી સાથેની દરેક ક્ષણ મારા માટે ખાસ છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
* મારા દરેક સુખનું કારણ બનનાર પતિને જન્મદિવસની દિલથી શુભેચ્છાઓ.

Heart-Touching Birthday Wishes for Husband

લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં હૃદયસ્પર્શી જન્મદિવસની શુભેચ્છાઓ તમારા પતિ માટે તમારી લાગણી વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે.

* તમે મારા માટે પતિ જ નહીં, મારી આખી દુનિયા છો. તમારો આજનો દિવસ ખૂબ જ સુંદર અને યાદગાર રહે.
* તમારા પ્રેમ અને સાથ માટે હું હંમેશાં આભારી છું.તમારા જીવનમાં હંમેશાં પ્રેમ અને આનંદ જળવાઈ રહે
* મારા દરેક મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેવા બદલ આભાર.તમારા જીવનનો દરેક દિવસ ખુશીઓથી ભરેલો રહે.
* તમારું સ્મિત હંમેશાં આમ જ ખુશીઓથી ભરેલું રહે. તમારા ચહેરા પર આ સ્મિત હંમેશાં જળવાઈ રહે.
* તમે મારા જીવનની સૌથી કિંમતી ભેટ છો. તમારી દરેક તમન્ના પૂરી થાય એવી દિલથી પ્રાર્થના.
* ઈશ્વર તમારા દરેક સપનાને સાકાર કરે અને જીવન ખુશી ઓ થી ભરપૂર બનાવે. તમને જીવનની દરેક ખુશી મળે.
* જીવનભર તમારો સાથ મળે એ જ મારી સૌથી સુંદર ઈચ્છા છે. આપણો પ્રેમ હંમેશાં આમ જ મજબૂત રહે.

Short Birthday Wishes for Husband

ટૂંકી અને સરળ Birthday Wishes for Husband in Gujarati તમે WhatsApp Status, Instagram Caption અથવા ફોટો સાથે શેર કરી શકો છો.

* જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ મારા જીવનસાથીને.
* તમારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે. હેપી બર્થડે.
* હંમેશા ખુશ રહો અને સ્વસ્થ રહો. જન્મદિવસની શુભેચ્છાઓ.
* તમારો દરેક દિવસ ખુશીઓથી ભરેલો રહે. જન્મ દિવસની શુભેચ્છાઓ.
* મારા પ્રેમ અને મારી દુનિયાને જન્મદિવસની શુભેચ્છાઓ.
* તમારું દરેક સપનું સાકાર થાય. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.
* હંમેશા ખુશ રહો અને સ્વસ્થ રહો. જન્મદિવસની શુભેચ્છાઓ.

જો તમે પત્ની માટે પણ પ્રેમભરી જન્મદિવસની શુભેચ્છાઓ શોધી રહ્યા છો, તો અમારી Wife Birthday Wishes in Gujarati ની ખાસ યાદી પણ જોઈ શકો છો.

Funny Birthday Wishes for Husband

જો તમારા પતિને મજાક અને હાસ્ય પસંદ હોય, તો તેમના જન્મદિવસે થોડી મજેદાર શુભેચ્છા મોકલીને દિવસને વધુ યાદગાર બનાવી શકો છો.

* ઉંમર તો માત્ર એક નંબર છે, એવું કહેવું સરળ છે, પણ કેક પરની મીણબત્તીઓ સાચી હકીકત જણાવી દે છે.
* આજે તમારો ખાસ દિવસ છે, એટલે ઘરના નાના મોટા નિર્ણયોમાં તમને પણ એક તક મળશે.
* જન્મદિવસની શુભેચ્છાઓ પતિદેવ, તમે વર્ષોથી બદલાયા નથી, ફક્ત તમારી ઉંમર બદલાઈ છે.
* જન્મદિવસની શુભેચ્છાઓ, તમારી ઉંમર વધે છે અને મારી સહન કરવાની ક્ષમતા પણ વધે છે.
* પતિદેવ, આજે તમને ગિફ્ટ મળશે, પરંતુ તેનું બિલ જોઈને કદાચ તમને જ આશ્ચર્ય થશે.
* હેપ્પી બર્થડે પતિદેવ! ઉંમર વધે છે, સમજણ નહીં!
* જન્મદિવસ મુબારક! કેક તમારો, ખર્ચ પણ તમારો!

Unique Birthday Wishes for Husband

સામાન્ય શુભેચ્છાઓ કરતાં કંઈક અલગ લખવા માંગતા હોવ તો આ અનોખી Birthday Wishes તમારા માટે ઉપયોગી બની શકે છે.

* મારા જીવનની દરેક ક્ષણ ને સુંદર બનાવનાર તમે છો. તમારા જન્મદિવસે ભગવાન તમને દરેક ખુશી આપે.
* તમે મારા જીવનનું એવું સુંદર પ્રકરણ છો જેને હું ક્યારેય પૂરું કરવા માંગતી નથી. જન્મદિવસની શુભેચ્છાઓ મારા પ્રિય પતિદેવ..
* મારા માટે દુનિયાની સૌથી અનમોલ વ્યક્તિ તમો છો અને તમારી સાથે વિતાવેલી દરેક ક્ષણ છે. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
* તમારા જન્મદિવસે હું માત્ર એટલું જ કહીશ કે તમારી હાજરી મારા જીવનને સમૃદ્ધ બનાવે છે.
* સમયની સાથે વર્ષો પણ વીતતા જાય પરંતુ આપણો પ્રેમ દર વર્ષે વધુ મજબૂત બનતો રહે. જન્મદિવસની શુભેચ્છાઓ.
* તમારો સાથ જ મારા જીવનની સૌથી સુંદર ભેટ છે.જન્મદિવસ ની શુભકામના મારા પ્રિયતમ ને.
* મારા સ્મિતનું કારણ બનેલા મારા લાઈફ પાર્ટનર ને હેપ્પી બર્થડે.

પતિનો જન્મદિવસ દરેક પત્ની માટે ખાસ હોય છે. જીવનસાથી માટે પ્રેમભરી શુભેચ્છાઓ લખતી વખતે પરિવારના અન્ય ખાસ સંબંધો પણ યાદ આવી જાય છે. જો તમે તમારા ભાઈના જન્મદિવસ માટે પણ દિલથી શુભેચ્છાઓ શોધી રહ્યા છો, તો અહીં Birthday Wishes for Brother in Gujarati પણ જોઈ શકો છો.

One-Line Birthday Wishes for Husband

*મારા જીવનના સૌથી પ્રિય સાથીને જન્મદિવસની હૃદયપૂર્વક શુભેચ્છાઓ.
* મારા પ્રેમ, મારા હમસફર અને મારા જીવનસાથીને જન્મદિવસની શુભેચ્છાઓ.
* તમારી સાથે વિતાવેલી દરેક પળ મારા જીવનની અનમોલ ખુશી છે.
* મારા પતિને પ્રેમ અને ખુશીઓથી ભરેલા જન્મદિવસની શુભેચ્છાઓ.
* તમે છો એટલે મારું જીવન સુંદર છે. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
* તમારા દરેક સપના પૂર્ણ થાય અને દરેક દિવસ ખુશીઓથી ભરેલો રહે.
* મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિને જન્મદિવસની દિલથી શુભેચ્છાઓ.
* જીવનભર તમારો સાથ મળે એ જ મારી સૌથી મોટી ઈચ્છા છે.

Birthday Quotes for Husband

પતિના જન્મદિવસ માટે પ્રેમભર્યા Quotes તમે Social Media પોસ્ટ અને શુભેચ્છા કાર્ડ માટે ઉપયોગી છે.

* સાચો જીવનસાથી એ છે જે જીવનની દરેક પરિસ્થિતિમાં સાથ આપે અને તમે ખુશ રહો એ માટે હંમેશાં પ્રયત્ન કરે.
* જીવનમાં ઘણી વસ્તુઓ બદલાય છે, પરંતુ સાચો પ્રેમ સમય સાથે વધુ મજબૂત બને છે.
* જીવન સુંદર ત્યારે બને છે જ્યારે મનપસંદ વ્યક્તિ સાથે હોઈ.
* પ્રેમ માત્ર શબ્દોમાં નહીં પરંતુ એકબીજાની કાળજી અને વિશ્વાસમાં જોવા મળે છે.
* તમારો સાથ હોય તો મુશ્કેલ રસ્તાઓ પણ સરળ અને સુંદર બની જાય છે.
* તમારા દરેક સપના પૂર્ણ થાય અને જીવન હંમેશાં સુખ સમૃદ્ધિ થી ભરેલું રહે આવી પ્રભુ ને પ્રાર્થના.
* તમારો સાથ અને વિશ્વાસ જીવનની સૌથી સુંદર ભેટ છે. જન્મદિવસ મુબારક!

જન્મદિવસની શુભેચ્છાઓ માત્ર જીવનસાથી પૂરતી જ સીમિત નથી રહેતી. તમારા બહેનનો જન્મદિવસ નજીક હોય તો તેમના માટે પણ ખાસ સંદેશ પસંદ કરી શકો છો. અહીં  Birthday Wishes for Sister in Gujarati માટે સુંદર શુભેચ્છાઓ આપવામાં આવી છે.

Birthday Instagram Captions for Husband

જો તમે પતિના જન્મદિવસની શુભેચ્છા Instagram પર શેર કરવા માંગતા હો, તો આ captions ઉપયોગ કરી શકો છો.

* મારા પ્રિયતમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
* મારા જીવનની સૌથી સુંદર વ્યક્તિનો આજે ખાસ દિવસ છે.
* જીવનભરના સાથીને જન્મદિવસની દિલથી શુભેચ્છાઓ.
* મારી દરેક ખુશીનું કારણ એવા પતિને જન્મદિવસની શુભેચ્છાઓ.
* તમારી સાથેની દરેક ક્ષણ મારા માટે ખાસ છે. જન્મદિવસની શુભેચ્છાઓ.
* મારા હમસફર સાથે જીવનની વધુ સુંદર યાદો બનાવવાની શરૂઆત. જન્મદિવસની શુભેચ્છાઓ.
* મારા પતિ, મારા મિત્ર અને મારા સૌથી ખાસ સાથીને જન્મદિવસની શુભેચ્છાઓ.

પતિના જન્મદિવસે શું લખવું?

પતિને જન્મદિવસના દિવસે ખૂબ જ મુશ્કેલ અથવા વધારે શબ્દો લખવાની જરૂર નથી. તમારા સંબંધ સાથે કોઈ ખાસ વાત, તેમના માટેનો પ્રેમ અને તેમનો સાથ જેવી શુભકામના લખશો તો શુભેચ્છા વધુ સારી અને સુંદર બનશે.

તમે તમારી શુભેચ્છામાં તેમના પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરી શકો છો, તેમના સ્વાસ્થ્ય અને સફળતા માટે શુભકામના આપી શકો છો અને જીવનભર સાથે આપવાની તમારી ઈચ્છા વ્યક્ત કરી શકો છો. જો તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હોવ તો ટૂંકું Caption પણ સારું રહે છે.

આવી જ બીજી ગુજરાતી શુભેચ્છાઓ, Quotes અને Suvichar માટે GujaratiWish.com પર વધુ પોસ્ટ્સ જોઈ શકો છો.

નિષ્કર્ષ

પતિના જન્મદિવસ નિમિતે ઉપર આપેલી શુભકામના તમે તમારી પસંદ મુજબ instagram, facebook અથવા તો whatsapp પર શેર કરી શકો છો ઘણીવાર શબ્દો પણ પ્રેમ ની લાગણી વ્યક્ત કરી જય છે, તમારા જીવનસાથી ને તેમના જન્મદિવસ ની શુભકામના.

FAQ

પતિને જન્મદિવસની શુભેચ્છા કેવી રીતે આપવી?

પતિને જન્મદિવસની શુભેચ્છા આપતી વખતે પ્રેમ, લાગણી અને તેમના સાથ માટે આભાર વ્યક્ત કરતા સરળ શબ્દો લખી શકાય છે.

પતિ માટે રોમેન્ટિક જન્મદિવસની શુભેચ્છા કેવી રીતે લખવી?

પતિ સાથેના પ્રેમ, સુંદર યાદો અને જીવનભર તેમના સાથની ઈચ્છા વ્યક્ત કરીને રોમેન્ટિક જન્મદિવસની શુભેચ્છા લખી શકાય છે.

પતિના જન્મદિવસ માટે Instagram Caption શું લખવું?

“મારા હમસફર અને મારા જીવનના સૌથી ખાસ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છાઓ.” જેવી ટૂંકી લાઇન Instagram Caption તરીકે ઉપયોગ કરી શકાય છે.

પતિના જન્મદિવસ માટે ખાસ શુભેચ્છા કેવી રીતે બનાવવી?

તમારા સંબંધની કોઈ ખાસ યાદ, પતિની સારી વાત અને તેમના માટેની તમારી લાગણીને શુભેચ્છામાં સામેલ કરવાથી સંદેશ વધુ ખાસ બની શકે છે.

પતિના જન્મદિવસે શું ગિફ્ટ આપવી?

પતિના જન્મદિવસે તેમની પસંદગી પ્રમાણે ઘડિયાળ, વૉલેટ, પરફ્યુમ, કપડાં, ગેજેટ અથવા કોઈ ખાસ યાદ સાથે જોડાયેલી ભેટ આપી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *