Birthday Wishes for Sister in Gujarati
Wishes

100+Birthday Wishes for Sister in Gujarati

બહેનનો જન્મદિવસ ભાઈ માટે ખરેખર ખાસ દિવસ હોય છે. બાળપણની મસ્તી, સાથે કરેલી નાની-નાની શરારતો અને ઘણી બધી યાદો બહેન સાથે જોડાયેલી હોય છે. એટલે તેના ખાસ દિવસે દિલની વાત થોડા સરળ શબ્દોમાં કહેવી વધુ ગમે છે. અહીં બહેન માટે પ્રેમાળ, ભાવુક, મોટી બહેન, નાની બહેન અને મજેદાર સંદેશાઓ આપવામાં આવ્યા છે.

Birthday Wishes for Sister in Gujarati

અહીં બહેન માટે દિલથી લખેલા સુંદર સંદેશાઓ છે.

* તારા ચહેરા પર ખુશીની ઝલક રહે,
જીવનમાં સુખની ક્યારેય કમી ન રહે,
દરેક રસ્તે તને જીત મળતી રહે,
આજનો દિવસ તારા માટે યાદગાર બની રહે.

* તારો દરેક દિવસ ખુશીઓથી ભરાય,
દરેક પાલ સુંદર યાદો આપી જાય,
તારા બધા સપના સાકાર થઇ જાય,
જીવનની સફર હંમેશા હસતા-હસતા પસાર થાય.

* મારી વહાલી બહેન તું હંમેશા ખુશ રહે,
તારા જીવનમાં કોઈ દુઃખ ક્યારેય ન રહે,
તારી મહેનતનું સારું પરિણામ મળે.
જીવનમાં તને દરેક ખુશી મળતી રહે.

* મારી સૌથી તોફાની અને મસ્તીખોર બહેનને
જન્મદિવસની દિલથી ખૂબ ખૂબ શુભેરછા.
તારી હંસીથી ઘર હંમેશા ખુશહાલ લાગે છે,
તું મારી જિંદગીમાં બહુજ ખાસ છે.

* મારી બેનડી માટે આજનો દિવસ ખાસ છે,
કારણ કે આજે તારો જન્મદિવસ છે.
ભગવાન તને જીવનની દરેક ખુશી આપે.
મારી વ્હાલી બેન ને happy birthday

* બહેન તો ઘણી હોય છે,
પણ તારા જેવી બહેન મળવી એ નસીબની વાત છે.
મારી દરેક વાત સાંભળવા બદલ આભાર,
જન્મદિવસની ખૂબ ખૂબ વધામણી બેન.

Birthday Wishes for Elder Sister in Gujarati

મોટી બહેન માટે પ્રેમ અને આદરથી ભરેલા સંદેશાઓ.

* મોટી બહેન તારો સાથ હંમેશા મળતો રહે,
તારા આશીર્વાદથી જીવન સુંદર બનતું રહે,
તારા દરેક સપનાને નવી ઊંચાઈ મળે,
તારા જીવનમાં સુખનો સાગર વહેતો રહે.

* બાળપણથી તારો પ્રેમ મળતો આવ્યો છે,
દરેક મુશ્કેલીમાં તારો હાથ રહ્યો છે,
તારી મમતા હંમેશા દિલમાં રહેશે,
આગળનું જીવન પણ ખુશીઓથી ભરેલું રહેશે.

* તું બહેન કરતાં પણ વધુ એક માર્ગદર્શક છે,
મારા જીવનમાં તારો દરજ્જો ખૂબ ખાસ છે,
તારી દરેક ઈચ્છા પૂર્ણ થતી રહે,
અને તારા ચહેરાની રોનક ક્યારેય ઓછી ન થાય.

* મુશ્કેલીમાં સાચો રસ્તો બતાવનારી તું,
મારી ભૂલમાં પણ સમજાવનારી તું,
તારા જેવા સંબંધની કિંમત અનમોલ છે,
તારું આખું જીવન સુખથી ભરપૂર રહે.

* તારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે,
તારા પ્રેમથી જીવન હંમેશા ખીલ્યું છે,
દરેક નવા પડાવ પર તને જીત મળે,
અને તારા મનને હંમેશા શાંતિ મળે.

જો તમે તમારા ખાસ મિત્રના જન્મદિવસ માટે પણ સુંદર શુભેચ્છાઓ શોધી રહ્યા છો, તો Birthday Wishes for Best Friend in Gujarati અહીંથી જોઈ શકો છો.

Birthday Wishes for Younger Sister in Gujarati

નાની બહેન માટે પ્રેમ અને મસ્તીથી ભરેલા સંદેશાઓ.

* મારી બહેન હંમેશા હસતી મુસ્કુરાતી રહે,
તારા જીવનમાં ખુશીઓ નો વરસાદ વરસતો રહે,
તારા બધા સપના પુરા થતા રહે,
દરેક દિવસ તારા માટે નવો અવસર લાવે.

* તારી મસ્તીથી ઘર હંમેશા ખીલતું રહે,
તારી હસી થી વાતાવરણ ખીલતું રહે,
જીવનમાં તને સારી તક મળતી રહે,
happy birthday બેનડી

* નાની છે છતાં દિલની ખૂબ નજીક છે,
તારી દરેક વાતમાં એક અલગ મીઠાશ છે,
જીવનમાં તને મનગમતી ખુશીઓ મળે,
અને તારી દરેક ઇરછા પૂરી થાય.

* તારા સપનાને ઉડાન મળતી રહે,
તારી મહેનતને સફળતા મળતી રહે,
તારા જીવનમાં પ્રેમ ભરાતો રહે,
અને તું હંમેશા ખુશ રહે.

*તારી મસ્તી ક્યારેય ઓછી ન થાય,
તારા જીવનમાં અંધારું ક્યારેય ન છવાય,
દરેક દીવાડ નવી શરૂઆત લઇ આવે.
અને તારી દરેક મહેનત રંગ લાવે.

Short Birthday Wishes for Sister in Gujarati

બહેન માટે ટૂંકી જન્મદિવસની શુભેચ્છાઓ

* જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બહેન!

તારું દરેક સપનું પૂરું થાય.

* હંમેશા હસતી રહે અને ખુશ રહે.

જન્મદિવસ મુબારક બહેન!

* તારા જીવનમાં હંમેશા ખુશીઓ અને સફળતા રહે.

હેપ્પી બર્થડે બહેન!

* ભગવાન તને લાંબું અને સુખી જીવન આપે.

જન્મદિવસની શુભકામનાઓ!

* મારી ખાસ બહેન માટે ખાસ દિવસે ખાસ શુભેચ્છાઓ.

હેપ્પી બર્થડે!

* તારા બધા સપના સાકાર થાય અને જીવન પ્રેમથી ભરાઈ જાય.

જન્મદિવસ મુબારક!

* તારી જિંદગીમાં ક્યારેય ખુશીઓની કમી ન આવે.

હેપ્પી બર્થડે બહેન!

* તારા માટે આજનો દિવસ અને આવનારું દરેક વર્ષ સુંદર રહે.

જન્મદિવસ મુબારક!

જો તમે તમારા પતિ માટે પણ પ્રેમભરી અને રોમેન્ટિક જન્મદિવસની શુભેચ્છાઓ શોધી રહ્યા છો, તો Birthday Wishes for Husband in Gujarati અહીંથી વાંચી શકો છો.

Funny Birthday Wishes for Sister in Gujarati

બહેન માટે મસ્તીભર્યા wishes ગુજરાતીમાં

* નાનપણથી મારી સાથે ઝઘડો કરે છે.
છતાં દિલથી તું સૌથી ખાસ છે,
આજે જન્મદિવસ છે એટલે થોડું વખાણ કરી લઉં,
બાકી રોજ તો તારી ફરિયાદ જ કરું છું!

* તારી સાથે રહેવું એટલે રોજ નવો task
નાની વાતમાં પણ તારી દાદાગીરી,
પણ તું હસતી રહે એ જ મારી પ્રાર્થના છે,
જન્મદિવસની શુભકામનાઓ મારી વ્હાલી બહેન!

* ઉંમર વધતી જાય છે પણ તારી શરારતો ચાલુ છે.
સમજદાર બનવાની વાત તો તારી dictionary માં પણ નથી,
આવી જ મસ્ત અને તોફાની રહેજે,
જન્મદિવસ મુબારક મારી નટખટ બહેન!

* ઘરમાં સૌથી વધારે બોલવાનો રેકોર્ડ તારા નામે છે,
નાની વાતને મોટી બનાવવાનો હુનર તારા માં છે.
છતાં તારા વગર ઘર એકદમ ખાલી લાગે છે,
હેપ્પી બર્થડે મારી પ્યારી બહેન!

* મારી વસ્તુઓ પર સૌથી પહેલો હક તારો,
તારી મજાક ઉડાવવાનો હક મારો.
આજે તારો ખાસ દિવસ છે એટલે બચી ગઈ,
બાકી કાલથી ફરી હિસાબ શરૂ!

* ભગવાન તને લાંબું અને સ્વસ્થ જીવન આપે,
સાથે થોડી સમજદારી પણ આપે,
કારણ કે ઉંમર તો વધી રહી છે,
હવે થોડી અક્કલ પણ વધવી જોઈએ!

* તારી શરારતોનો ક્યારેય પુરી થવાની નથી,
તારી વાતોનો પણ કોઈ અંત નથી,
છતાં તારી શરારત વગર મજા નથી આવતી,
હેપ્પી બર્થડે મારી મસ્તીખોર બહેન!

* નાની હતી ત્યારે તું મારી પાછળ ફરતી હતી,
હવે મોટી થઈને પણ એ જ કામ કરે છે,
લાગે છે ઉંમર તો વધી ગઈ,
પણ તારી હરકતો હજુ બાળપણમાં જ છે!

Heart Touching Birthday Wishes for Sister in Gujarati

બહેન માટે દિલને સ્પર્શી જાય તેવી જન્મદિવસની શુભેચ્છાઓ

* ઘરનું કોઈ ખૂણું તારા વગર જાણે ખાલી લાગે છે,
તારી હંસીથી જ વાતાવરણમાં રોનક આવી જાય છે,
તું જ્યાં રહે ત્યાં ખુશીઓનું કારણ બનતી રહે,
જન્મદિવસની ખૂબ પ્રેમભરી શુભકામનાઓ બહેન.

* મારી કોઈ વાત પર દુનિયા હસે કે નહીં,
તું એને સમજવાનો પ્રયત્ન જરૂર કરે છે,
જન્મદિવસે તને બસ એટલું કહું — તું ખૂબ અનમોલ છે.

* ઘરમાં તારી સાથેની નાની નાની નોકઝોક,
ઘણી વખત દિવસની સૌથી મજાની પળ બની જાય છે,
તું ન હોય ત્યારે એ જ ઘર થોડું શાંત લાગે છે,
મારી વ્હાલી બહેન, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

* મારી ખુશીના સમાચાર સાંભળીને,
તારા ચહેરા પર જે સાચી ખુશી દેખાય છે,
એ કોઈ બીજા સંબંધમાં ભાગ્યે જ જોવા મળે,
તારી આ નિખાલસ લાગણી માટે તને ખૂબ પ્રેમ.

* હું ક્યારેક બધાની વચ્ચે પણ ચૂપ થઈ જાઉં,
ત્યારે મારી ચુપ્પી તું સૌથી પહેલાં સમજી લે છે,
આવો સંબંધ જીવનમાં વારંવાર મળતો નથી,
જન્મદિવસ મુબારક મારી સમજદાર બહેન.

* તારી સાથે વાત કરતી વખતે સમય ક્યાં પસાર થઈ જાય,
એની ખબર ઘણી વાર મને પોતાને પણ પડતી નથી,
તારી સાથેની વાતોમાં એક અલગ જ પોતાનીપણું છે,
આજે એ જ પોતાની બહેનનો ખાસ દિવસ છે.

* મારી ભૂલો પર મને ટોકનાર પણ તું જ,
અને એ જ ભૂલ પછી મને સમજાવનાર પણ તું જ,
તારી આ નાની નાની કાળજી ઘણી મોટી લાગે છે,
મારી બહેન, તારા જન્મદિવસે દિલથી વ્હાલ.

* જીવનમાં આગળ વધતી વખતે,
તારે ક્યારેય પોતાની ઓળખ ગુમાવવી નહીં,
તારી સાદગી અને તારો સ્વભાવ એવા જ સુંદર રહે,
જન્મદિવસે તારા માટે મારી આ જ ખાસ પ્રાર્થના.

પત્નીના જન્મદિવસ માટે પ્રેમભર્યા અને દિલને સ્પર્શી જાય એવા સંદેશાઓ માટે Birthday Wishes for Wife in Gujarati પણ જોઈ શકો છો.

Emotional Birthday Wishes for Sister

 બહેન માટે લાગણીસભર જન્મદિવસની શુભેચ્છાઓ

* તારા હાથથી મળેલી નાની વસ્તુ પણ,
મને ઘણી વખત કોઈ મોંઘી ભેટ કરતાં વધારે ગમે છે,
કારણ કે તેમાં તારો પ્રેમ છુપાયેલો હોય છે,
મારી લાડકી બહેન, તારો આજનો દિવસ ખૂબ સુંદર રહે.

* ક્યારેક તું મારી પાસે કંઈ માંગતી નથી,
છતાં તારી જરૂરિયાત મને સમજાઈ જાય છે,
લોહીનો સંબંધ કદાચ આવો જ હોય છે,
જ્યાં શબ્દો કરતાં લાગણીઓ વધારે બોલે છે.

* તારી ખુશી માટે કોઈ મોટું કારણ જોઈએ નહીં,
તું નાની વાતમાં પણ દિલથી ખુશ થઈ જાય છે,
તારી આ સરળતા ક્યારેય બદલાય નહીં,
જન્મદિવસે તારા માટે ઢગલાબંધ ખુશીઓની કામના.

* જીવન ગમે ત્યાં લઈ જાય,
આપણો આ સંબંધ ક્યારેય ઔપચારિક ન બને,
ફોન પર બે મિનિટની વાત પણ એવી જ પોતાની લાગે,
મારી બહેન, તારા માટે દિલમાં હંમેશા ખાસ જગ્યા રહેશે.

* તું મારા માટે એવી વ્યક્તિ છે,
જેને ખુશ જોવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી,
તારા ચહેરા પર હાસ્ય હોય એટલું જ પૂરતું છે,
જન્મદિવસ મુબારક મારી સૌથી વ્હાલી બહેન.

* ઘણી વાતો સમય સાથે ભૂલાઈ જાય છે,
પરંતુ તારા માટેનો વ્હાલ ક્યારેય ઓછો થતો નથી,
ઉંમર વધે તેમ કદાચ જવાબદારીઓ વધશે,
પણ આપણો સંબંધ એવો જ નિખાલસ રહે.

* દુનિયા સામે તું કેટલીય મોટી થઈ ગઈ હોય,
મારા માટે તો તું આજે પણ એ જ નાની બહેન છે,
જેને થોડું હસાવું અને થોડું ચીડવવું ગમે છે,
જન્મદિવસની ખૂબ પ્રેમભરી શુભકામનાઓ.

* ભગવાન પાસે તારા માટે કંઈ મોટું માંગવું નથી,
બસ તારા મનને શાંતિ અને જીવનમાં સારા લોકો મળે,
તું જે રસ્તો પસંદ કરે તેમાં મનથી ખુશ રહે,
મારી બહેન, જન્મદિવસે તારા માટે આ જ પ્રાર્થના.

GujaratiWish.com પર મેળવો ગુજરાતી Birthday Wishes, Quotes, Status અને Suvichar.

નિષ્કર્ષ

બહેન માટે લખાયેલા શબ્દોમાં સૌથી મહત્વની વસ્તુ ભાષા નથી, લાગણી છે. મેસેજ બહુ લાંબો હોય એ જરૂરી નથી. ક્યારેક બાળપણની કોઈ એક નાની વાત યાદ કરીને લખેલો સંદેશ પણ આખા દિવસની સૌથી સુંદર ભેટ બની જાય છે. તમારી બહેન મોટી હોય કે નાની, દૂર રહેતી હોય કે રોજ સાથે રહેતી હોય—તેના માટે લખતી વખતે તમારા સંબંધની કોઈ સાચી યાદ ઉમેરશો તો સંદેશ વધુ પોતાનો લાગશે. ઉપર આપેલા birthday wishes for sister in Gujarati માંથી કોઈ એક પસંદ કરીને તમે WhatsApp, Instagram અથવા Facebook પર શેર કરી શકો છો અથવા તમારી રીતે બે-ત્રણ શબ્દો ઉમેરીને તેને વધુ વ્યક્તિગત બનાવી શકો છો

FAQ:

બહેનને જન્મદિવસની શુભેચ્છા કેવી રીતે આપવી?

બહેનને જન્મદિવસની શુભેચ્છા આપતી વખતે તમારા દિલની વાત સરળ શબ્દોમાં લખી શકો છો. બાળપણની કોઈ યાદ, તેનો પ્રેમ અથવા તમારા સંબંધની કોઈ ખાસ વાત ઉમેરશો તો મેસેજ વધુ ખાસ લાગશે.

બહેન માટે સૌથી સુંદર Birthday Wish કઈ છે?

બહેન માટે એવી શુભેચ્છા સુંદર ગણાય જે તમારા સંબંધની લાગણી વ્યક્ત કરે. પ્રેમ, ખુશી, સફળતા અને તેના સારા ભવિષ્ય માટેની શુભકામનાઓ સાથેનો મેસેજ સારો વિકલ્પ છે.

મોટી બહેન માટે જન્મદિવસની શુભેચ્છા શું લખવી?

મોટી બહેન માટે તેના પ્રેમ, માર્ગદર્શન અને સાથનો ઉલ્લેખ કરીને શુભેચ્છા આપી શકાય. તેના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા માટે દિલથી પ્રાર્થના કરતો મેસેજ લખી શકો છો.

નાની બહેન માટે જન્મદિવસની શુભેચ્છા કેવી રીતે લખવી?

નાની બહેન માટે પ્રેમ સાથે થોડી મસ્તી અને મજાક ઉમેરીને મેસેજ લખી શકાય. તેની શરારતો, હાસ્ય અને તમારી સાથેની યાદોનો ઉલ્લેખ શુભેચ્છાને વધુ મજેદાર બનાવે છે.

બહેન માટે Emotional Birthday Wishes ક્યારે મોકલવી?

જો તમે બહેન સાથેની લાગણી, બાળપણની યાદો અથવા તેના માટેનો પ્રેમ વ્યક્ત કરવા માંગતા હો, ત્યારે Emotional Birthday Wishes મોકલી શકો છો. આવા મેસેજમાં સરળ અને દિલથી નીકળેલા શબ્દો વધુ અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *